આજે કઝાકિસ્તાનના શ્યામકેન્ટ ખાતે એશિયન શૂટિંગ સ્પર્ધામાં ચાઇનીઝ તાઈપેઈને હરાવીને સૌરભ ચૌધરી અને સુરુચી ઈન્દર સિંહની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો. સૌરભ અને સુરુચીએ લિયુ હેંગ-યુ અને સિહ હ્સિયાંગ-ચેનની તાઈપેઈ જોડીને 17-9થી હરાવી. સોમવારે, અનમોલ જૈન, સૌરભ ચૌધરી અને આદિત્ય માલરાએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો.
બે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે ગઈકાલે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીત મેળવી હતી. મનુએ એશિયન ગેમ્સ ચેમ્પિયન પલક અને સુરુચી ફોગાટ સાથે મહિલા એર પિસ્તોલમાં ટીમ કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો.
ભારતે અત્યાર સુધી યોજાયેલી સ્પર્ધાઓમાં છ સુવર્ણ, પાંચ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:31 પી એમ(PM)
એશિયન શૂટિંગ સ્પર્ધામાં સૌરભ ચૌધરી અને સુરુચી ઈન્દર સિંહની ભારતીય જોડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો.
