બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલાઓની કબડ્ડી ટીમોએ શાનદાર જીત નોંધાવી છે.
ભારતીય પુરુષોની ટીમે પાકિસ્તાનને 81-26થી અને મહિલાઓની ટીમે ઈરાનને 59-26થી હરાવ્યું હતું. ભારતીય પુરુષોની ટીમે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની જીત બાદ અજેય રહીને કેપ્ટન આદિત્ય દહિયાની આગેવાની હેઠળ શ્રેસ્ઠ પ્રદર્શન કર્યું.
ભારતીય મહિલાઓએ થાઇલેન્ડ સામે સુવર્ણ ચંદ્રક મેચમાં લગભગ પોતાનું સ્થાન હાંસલ કરી લીધું છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 7:50 પી એમ(PM)
એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલા કબડ્ડી ટીમોની જીત