એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025 ની અમદાવાદમાં રમાયેલી લેબેનોન અને પેલેસ્ટાઇન વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી હતી..ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, આ ટુર્નામેન્ટની ગ્રુપ Dની મેચમાં બંને ટિમોએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યુ હતું પરંતુ મેચ ના અંતે સ્કોર 1-1 રહેતા મેચ ડ્રો ગઇ હતી. જ્યારે અગાઉ રમાયેલી પહેલી મેચમાં ઇરાનનો 5-0થી વિજય થયો હતો. ભારતની યજમાનીમાં ઈરાન, પેલેસ્ટાઈન, ચાઈનિઝ તાઈપેઈ અને લેબનાન ની ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે.
Site Admin | નવેમ્બર 25, 2025 10:12 એ એમ (AM)
એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયરની અમદાવાદમાં રમાયેલી લેબેનોન અને પેલેસ્ટાઇન વચ્ચેની મેચ ડ્રો