ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM)

printer

એશિયન ડેવલપમેન્ટ બેંકનો 6.7 ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ.

ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે GDPમાં 6.5 ટકા અને આગામી વર્ષે 6.7 ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ, સામાન્ય ચોમાસુ અને નાણાકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે.
અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે 3.8 ટકા અને આગામી વર્ષે 4 ટકાનો અંદાજ રાખવામા આવ્યો છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવાથી ફુગાવાને કાબુમાં લેવામાં મદદ મળી છે. ભારતીય ઉદ્યોગ સંઘે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકાથી 6.7 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો હતો, જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.