અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ આજથી દુબઈમાં શરૂ થશે. આજે સવારે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળના ભારત અને યજમાન સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે.
વૈભવ સૂર્યવંશી પણ ભારતીય ટીમનો ભાગ છે. ભારત રવિવારે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે.
કુલ આઠ એશિયન ટીમો બે ગ્રુપમાં ભાગ લેશે. ભારતને યજમાન UAE, પાકિસ્તાન અને મલેશિયા સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે. બીજી તરફ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ ગ્રુપ B માં ભાગ લેશે.
બંને ગ્રુપમાંથી ટોચની ૨ ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઇનલ મેચ ૨૧ ડિસેમ્બરે રમાશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)
એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-૧૯ એશિયા કપનો આજથી દુબઈમાં આરંભ – રવિવારે ભારત, પાકિસ્તાન સામે રમશે