ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2025 9:48 એ એમ (AM)

printer

એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ એક રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા

એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા 11મી એકવેટિક ચેમ્પીયનશિપના બીજા દિવસે ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકની જીત સાથે મેડલ ટેબલમાં નવમા ક્રમે રહ્યું.
શ્રી નટરાજનો વ્યક્તિગત પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નટરાજ માટે આ ચોથો મેડલ હતો – અને ટીમ ઇવેન્ટમાં બીજો હતો.જયારે અનિષ ગોવડા, સાજન પ્રકાશ, સોએન ગાંગુલી, શ્રી હરી નટરાજનની ટીમે રજત ચંદ્રક જયારે વ્યતિકતીગત ઇંદિવર અને વિલ્સને ડાઇવિંગમાં રજત ચંદ્રક મેળવ્યો. રિષભ દાસે 200 મીટર બેક સ્ટ્રોકમાં રજત ચંદ્રક, કુશાગ્ર રાવતે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.સ્વિમિંગ ઇવેન્ટ્સમાં, 12 ભારતીયો પોતપોતાની રેસની ફાઇનલમાં પહોંચ્યા, અને બે રિલે ટીમોએ પણ ક્વોલિફાય કર્યું.