અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલમાં ચાલી રહેલી એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપમાં સ્વિમિંગ અને ડાઈવિંગમાં ભારતે 13 ચંદ્રક જીત્યા છે. આ સ્પર્ધામાં કુલ 48 ચંદ્રક સાથે ચીને પ્રભુત્વ જાળવી રાખ્યું.ભારત માટે ભવ્યા સચદેવ, સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ અને મેન્સ રિલે ટીમે અંતિમ દિવસે ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા. ભારતના કુલ 13 ચંદ્રકમાં ચાર રજત અને નવ કાંસ્ય ચંદ્રક સામેલ છે. એશિયન એકવેટિક્સમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 10:26 એ એમ (AM)
એશિયન એકવેટિક્સ ચેમ્પિયનશીપમાં 13 ચંદ્રક સાથે ભારતનું અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન
