જુલાઇ 12, 2025 7:56 એ એમ (AM)

printer

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે 15 પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ ગયા મહિને અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે ગઈકાલે રાત્રે 15 પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન AI-171 ના એન્જિનની સ્થિતિ અને ઘટનાઓનો ક્રમ તપાસવામાં આવ્યો હતો.રિપોર્ટ અનુસાર, વિમાન ટેકઓફ અને ક્રેશ વચ્ચે ત્રીસ સેકન્ડ સુધી હવામાં હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને પાઇલટ્સને ઉડાન ભરતા પહેલા આરામ કરવા માટે પૂરતો સમય મળ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, વિમાનમાં ઇંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતા બોઝર અને ટાંકીમાંથી ઇંધણના નમૂના લેવામાં આવ્યા હતા અને તેનું ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ સંતોષકારક મળ્યો હતો.અમદાવાદથી લંડન જઇ રહેલું આ વિમાન અમદાવાદ એરપોર્ટની બહાર સ્થિત બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકો માર્યા ગયા હતા. એક મુસાફર બચી ગયો હતો, નીચે જમીન પર રહેલા 19 લોકોએ સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.દરમિયાન, એર ઇન્ડિયાએ કહ્યું છે કે, તે તમામ નિયમનકારો અને પક્ષો સાથે નજીકથી કામ કરી રહી છે અને અમદાવાદ વિમાન દુર્ઘટનાની ચાલુ તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવાનું ચાલુ રાખશે.