મે 14, 2025 9:16 એ એમ (AM)

printer

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કોલસાની આયાત 9.2 ટકા ઘટી

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કોલસાની આયાત અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 9.2 ટકા ઘટી છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દેશમાં કોલસાની આયાત 22 કરોડ ટનથી વધુ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં લગભગ 24 કરોડ ટન હતી. મંત્રાલયે ઉમેર્યું હતું કે, આ ઘટાડાના પરિણામે આશરે 6.93 અબજ ડોલરની વિદેશી હૂંડિયામણની બચત થઈ છે.