ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 7:56 પી એમ(PM)

printer

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં નકલી ટિકિટના ગેરકાયદે વેચાણ અને કૃત્રિમ રીતે વધેલી ટિકિટના ભાવના સંબંધમાં કર્યા છે. ગેરકાયદેસર નાણાં વ્યવહાર કાયદા હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા છે.
આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન, લેપટોપ અને સિમકાર્ડ સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે આ કાર્યવાહીનો હેતુ ગેરકાયદેસર ટિકિટ વેચાણ અને આ કૌભાંડો સંબંધિત નાણાકીય નેટવર્કની તપાસ કરવાનો છે. આ દરોડાનો ઉદ્દેશ્ય આવી ગેરકાયદેસર પ્રવૃતિઓથી થતી ગુનાહિત ગતિવિધિઓને શોધી કાઢવાનો પણ છે.