ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2024 4:56 પી એમ(PM)

printer

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક ઓનલાઈન એપના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક ઓનલાઈન એપના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા.

કથિત રીતે આઈપીએલ મેચોના ગેરકાયદે પ્રસારણ અને લોકસભાની ચૂંટણી તેમજ મેચ પર સટ્ટાબાજી સહિતની પ્રવૃત્તિઓમાં સામેલગીરીના આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં.મુંબઈમાં કેટલાક એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પણ શોધ હાથ ધરવામાં આવી હતી.

ED અનુસાર, એજન્સીએ લગભગ 8 કરોડ રૂપિયાની રોકડ, બેંક ફંડની વિગતો, ડીમેટ એકાઉન્ટ અને લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી છે. અન્ય ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ સંબંધમાં આઇપીએલના સત્તાવાર પ્રસારણકર્તા વાયકોમ 18 મીડિયા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.