જાન્યુઆરી 6, 2026 9:16 એ એમ (AM)

printer

એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.તેમણે યુએસ લશ્કરી કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના પરિણામો અંગે ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા ગુટેરેસે કહ્યું કે વેનેઝુએલામાં વિકસતી પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા અથવા રાજકીય સ્વતંત્રતા સામે બળનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પ્રતિબંધિત છે. તેમણે યુએન ચાર્ટર નું સંપૂર્ણ પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.