એથ્લેટિક્સમાં, ભારતની અંકિતા ધ્યાનીએ ઇઝરાયલમાં ગ્રાન્ડ સ્લેમ જેરુસલેમ 2025 મીટમાં મહિલાઓની બે હજાર મીટર સ્ટીપલ ચેઝ રેસ જીતી છે.આ જીત સાથે, તેણીએ ઇવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. અંકિતાએ છ મિનિટ અને 13.92 સેકન્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, ત્યારબાદ ઇઝરાયલની અદવા કોહેન બીજા સ્થાને અને ડેનમાર્કની જુલિયન હ્વિડ ત્રીજા સ્થાને રહી.અંકિતાએ બે હજાર મીટર મહિલા સ્ટીપલ ચેઝમાં અગાઉનો છ મિનિટ 14.38 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો, જે એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા પારુલ ચૌધરીનો હતો.આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 13 થી 21 સપ્ટેમ્બર દરમિયાન જાપાનમાં યોજાશે.
Site Admin | ઓગસ્ટ 15, 2025 11:30 એ એમ (AM)
એથ્લેટિક્સમાં, ભારતની અંકિતા ધ્યાનીએ ઇઝરાયલમાં ગ્રાન્ડ સ્લેમ મીટમાં મહિલાઓની બે હજાર મીટર સ્ટીપલ ચેઝ રેસ જીતી
