સપ્ટેમ્બર 14, 2024 3:14 પી એમ(PM)

printer

એથ્લેટિક્સમાં, ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે

એથ્લેટિક્સમાં, ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે, જે ભારતીય સમય મુજબ 1:52 વાગ્યે શરૂ થશે.નીરજનો ડાયમંડ લીગમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે, તેમણે 2022માં ફાઇનલમાં જીત મેળવી હતી અને 2023માં બીજા સ્થાને રહ્યા  હતા. 2024 સીઝનમાં, તેઓએ બે મેચમાં14 પોઈન્ટ બનાવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.દરમિયાન, અવિનાશ સાબલે ડાયમંડ લીગ ફાઇનલમાં પુરુષોની 3,000 મીટર સ્ટીપલ ચેસમાં નવમા સ્થાને રહ્યા હતા. સાબલે 8 મિનિટ અને 17 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. કેન્યાના 22 વર્ષીય એમોસ સેરેમે રેસ જીતી અને આ ઇવેન્ટમાં તેમની પ્રથમ ડાયમંડ લીગ ટ્રોફી જીતીહતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.