બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી શ્રેણીની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે 310 રન બનાવ્યા હતા. સુકાની શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજાએ 41 રન બનાવીને રમતમાં છે. યશસ્વી જયસ્વાલે પણ 87 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 2 વિકેટ ઝડપી હતી.અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જસપ્રિત બુમરાને આરામ આપવામાં આવ્યો છે, જેનાથી ઝડપી બોલર આકાશ દીપ માટે પદાર્પણ કરવાનો માર્ગ મોકળો થયો છે. શાર્દુલ ઠાકુર અને સાઈ સુદર્શનની જગ્યાએ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને નિતીશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં, ઇંગ્લેન્ડે લીડ્ઝના હેડિંગ્લે ખાતે ભારતને પાંચ વિકેટે હરાવીને 1-શૂન્યની સરસાઇ મેળવી હતી.
Site Admin | જુલાઇ 3, 2025 7:42 એ એમ (AM)
એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલની સદીની સહાયથી પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે 310 રન બનાવ્યા
