ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2025 1:47 પી એમ(PM)

printer

એક સમયે રન ગેટિંગ મશીન તરીકે પ્રસિધ્ધ ભારતના ટોચના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ.

એક સમયે રન ગેટિંગ મશીન તરીકે ઓળખાતા ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આજે ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
સાડત્રીસ વર્ષના આ બેટ્સમેન એક દાયકાથી વધુ સમય સુધી ભારતના ત્રીજા નંબરના સૌથી વિશ્વસનીય ખેલાડી રહયા હતા. તેમણે 2010માં ડેબ્યૂ કર્યા પછી ભારત માટે 103 ટેસ્ટ અને પાંચ ODI રમી છે, જેમાં તેમણે 43.60ની સરેરાશથી સાત હજાર 195 ટેસ્ટ રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો છેલ્લો ટેસ્ટ દેખાવ જૂન 2023માં ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હતો.
છેલ્લા દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતે, દેશ અને વિદેશમાં મેળવેલી બધી મોટી સફળતાઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા એક વર્ષથી, પૂજારા કોમેન્ટ્રી ક્ષેત્રે પોતાનો હાથ અજમાવી રહ્યા છે.