રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સીમાડાના જિલ્લાઓ અને દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળ પર આજે તેમજ મંગળવાર અને બુધવારે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે.
Site Admin | જૂન 2, 2025 9:35 એ એમ (AM)
એક સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
