અમેરિકાએ તેની નવી H-1B વિઝા નીતિ અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. આ નીતિએ ટેકનોલોજી ઉદ્યોગમાં મૂંઝવણ અને ચિંતા પેદા કરી છે. સ્પષ્ટતામાં જણાવાયું છે કે એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે અને તે “એક વખત” ચુકવણી હશે.
આજે નવી નીતિ અમલમાં આવે તેના કલાકો પહેલાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે જેઓ પહેલાથી જ H-1B વિઝા ધરાવે છે અને હાલમાં દેશની બહાર છે તેમની પાસેથી એક લાખ ડોલર ફી પુનઃપ્રવેશ ફી વસૂલવામાં આવશે નહીં. આનાથી નવીકરણ અથવા વર્તમાન વિઝા ધારકોની સ્થિતિ પર કોઈ અસર થશે નહીં. નવી વિઝા જાહેરાત વર્તમાન લોટરી પ્રક્રિયાને અસર કરશે નહીં. પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ નવો આદેશ આગામી લોટરી પ્રક્રિયામાં પહેલા લાગુ કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના સત્તાવાર ઝડપી પ્રતિભાવ પૃષ્ઠે રાષ્ટ્રપતિના નવા વિઝા ફી વધારા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અને દાવાઓનું ખંડન કર્યું છે અને સમાન સ્પષ્ટતા જારી કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)
એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે તેવી નવી H-1B વિઝા નીતિ અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી
