એક લાખથી વધુ ઉમેદવારોએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર- PSIની લેખિત પરીક્ષા આપી. રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ, વડોદરા અને સુરતના 340 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી મોનીટરીંગ કરાયું હતું. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર લેવાયા હતા. પરીક્ષા પૂર્ણ થતાં પરિક્ષાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
Site Admin | એપ્રિલ 13, 2025 7:19 પી એમ(PM)
એક લાખથી વધુ ઉમેદવારોએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર – PSIની લેખિત પરીક્ષા આપી.
