ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM) | લોકસભા

printer

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાશે

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરશે. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે.
તાજેતરમાં સરકારે દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર વિચાર કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો.
આ કાયદો બન્યા બાદ તેને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે અને સામાન્ય ચૂંટણીના સો દિવસની અંદર પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવશે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ લોકસભા સાંસદોને આજે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.