ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.

“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વનમંત્રી મૂળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું હતું.
ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2 હજાર 300 જેટલા કર્મયોગી આ અભિયાનમાં જોડાયા હતા. વનમંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું કે, આ વિશેષ અભિયાન રાજ્યના 33 જિલ્લામાં પણ યોજવામાં આવ્યું છે અને જિલ્લાઓની કચેરીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.