રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા જણાવ્યું છે કે ,સુરતના એક જૂથ દ્વારા આચરવામાં આવેલા નાણાકીય કૌભાંડમાં કોઈ પણ શિક્ષકો સંડોવાયેલા હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, શિક્ષક શિક્ષણકાર્યના સ્થાને લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરેતે ખૂબ ચિંતાજનક છે.તેમણે જનતાને આવી લોભમણી યોજનાઓથી દૂર રેહવા અપીલ કરી હતી.
Site Admin | નવેમ્બર 30, 2024 6:45 પી એમ(PM)
એક નાણાકીય જૂથના કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ રાજ્ય મંત્રી પફૂલ પાનસેરિયાની જાહેરાત