એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાંભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં આઅત્યાધુનિક મિસાઇલને કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સિંઘે વહાણના કમિશનિંગને દેશની વધતી જતી દરિયાઈશક્તિ અને ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતામાં એક મહત્વપૂર્ણસીમાચિહ્નરૂપ તરીકે વર્ણવ્યું હતું.સંરક્ષણ મંત્રીએ ક્હયું હતું કે INS તુશીલ સહિત ઘણા જહાજોમાં મેડ ઇન ઇન્ડિયા સામગ્રી સતત વધી રહી છે. તેમણેકહ્યું કે આ જહાજ રશિયન અને ભારતીય ઉદ્યોગોના મજબૂત સહયોગનો પુરાવો છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)
એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાં ભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે
