જાન્યુઆરી 9, 2025 10:00 એ એમ (AM)

printer

‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ- JPCની પહેલી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ

‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ- JPCની પહેલી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ખરડાઓને સત્તાવાર રીતે 129મા બંધારણ સુધારા ખરડા-2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડો- 2024 નામ અપાયા છે.
સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ પી. પી. ચૌધરીએ જણાવ્યું કે, સમિતિ તમામ હિતધારકોના વિચાર જાણશે ત્યારબાદ આગળ નિર્ણય કરાશે. બેઠક દરમિયાન કાયદા અને ન્યાય મંત્રાલયના પ્રતિનિધિઓએ સભ્યોને સૂચિત કાયદાઓની જોગવાઈઓ અંગે માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 39 સભ્યોની સમિતિમાં 27 સભ્યો લોકસભા અને 12 સભ્ય રાજ્યસભાના છે.