પુરુષોની ક્રિકેટમાં, એડિલેડ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 264 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે તેની 23મી અને રોહિત શર્માએ તેની 59મી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર એડમ ઝાંપાએ 4 વિકેટ ઝડપી હતી.
આ પહેલા, મિશેલ માર્શે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ મેચ જીતવી જરૂરી છે
Site Admin | ઓક્ટોબર 23, 2025 2:03 પી એમ(PM)
એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો