ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 1:18 પી એમ(PM)

printer

એક દિવસિય શ્રેણી જીતવા માટે ભારત અને ઇગ્લેંડની મહિલા ટીમો આજની છેલ્લી વન-ડેમાં એડી ચોટીનું જોર લગાવશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણીની છેલ્લી મેચ આજે ઇંગ્લેન્ડના ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાશે. શ્રેણી 1-1 થી બરાબરી પર છે.
અગાઉ, ભારતે સાઉથમ્પ્ટનમાં તેની પહેલી મેચ જીતી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં બીજી મેચ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન પદ્ધતિથી જીતી હતી. આ હાર છતાં, ભારત સમગ્ર પ્રવાસ દરમિયાન તેના પ્રદર્શનથી આત્મવિશ્વાસ મેળવી શકે છે.