એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.બીજી તરફ 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ હતું.રાજ્યના 30 તાલુકામાં ગઇકાલે સામાન્ય વરસાદ નોંધાયો. સુરતમાં પોણા ત્રણ ઇંચ વરસાદ જ્યારે નવસારીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો.
બીજી તરફ વરસાદને કારણે રાજ્યના 145 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ 93 ટકા ભરાયો છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા જળાશયમાંથી 2 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણ અને નદી કિનારા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:18 એ એમ (AM)
એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા-અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો