ઍક્સીઑમ ફૉર મિશનના સભ્યોને લઈ જનારું સ્પેસઍક્સ ડ્રેગન અવકાશયાન આજે બપોરે ચાર વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S. સાથે જોડાયું. આ સાથે જ ભારતે આજે ઇતિહાસ રચ્યો છે. યાનના ચાલક દળના ચાર સભ્યમાં ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ સામેલ છે. સાથે જ 41 વર્ષ બાદ અવકાશમાં ભારતના કોઈ અવકાશયાત્રી પહોંચ્યા છે.
એક્સિયમ- ફૉર મિશન માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ જ નહીં, પરંતુ વૈશ્વિક ટૅક્નોલૉજી મહાશક્તિ તરીકે ભારતના વધતા કદનો પણ પૂરાવો છે. શુભાંશુ શુક્લા ભોજન અને અવકાશ પોષણથી સંબંધિત અદ્યતન પ્રયોગ કરશે. અમેરિકી અવકાશ સંસ્થા- નાસાના સહકારથી ભારતીય અવકાશ સંશોધન સંગઠન- ઈસરો અને જૈવ ટૅક્નોલૉજી વિભાગ- D.B.T. વચ્ચ સહકાર હેઠળ વિકસિત આ પ્રયોગોનો ઉદ્દેશ ભવિષ્યના લાંબા સમયગાળાની અવકાશયાત્રા માટે મહત્વની પહેલ, લાંબા સમય સુધી ચાલનારી જીવન-સહાયક પ્રણાલિઓની સમજને વધારવાનો છે.
Site Admin | જૂન 26, 2025 7:47 પી એમ(PM)
એક્સિઑમ ફૉરના સભ્યોને લઈ ગયેલું અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશમથક સાથે જોડાતા ભારતે ઇતિહાસ રચ્યો