એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નને શ્રી શિંદેને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. એકનાથ શિંદે અને તેમના નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે આજે રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે.
ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અજિત પવારના જૂથનાં મહાયુતિ ગઠબંધને 288માંથી 230 બેઠકો મેળવી હતી.
ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટાં પક્ષ તરીકે ઊભરી આવ્યો છે, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 57 અને અજિત પવારની આગેવાની હેઠળની NCPને 41 બેઠકો મળી છે.
Site Admin | નવેમ્બર 26, 2024 3:51 પી એમ(PM)
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ
