એકતા નગર ખાતે આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના દિવસે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી અને વિવિધ સમિતીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા dgp વિકાસ સહાયની અધ્યક્ષતામાં VVIP સર્કિટ હાઉસ એકતાનગર ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિકાસ સહાયે સુરક્ષા વ્યવસ્થા અને સાફ-સફાઈની કાળજી રાખવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે એકતા પરેડમાં પ્રદર્શિત થનાર ટેબ્લોની કામગીરી સત્વરે પૂર્ણ કરવા તથા આ કામગીરીનું સતત ઓબ્ઝર્વેશન થાય તે માટે જવાબદાર અધિકારીઓની નિમણૂંક કરવી જેવી બાબતો પર ચર્ચા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 9:53 એ એમ (AM)
એકતા નગર ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ