એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર મુવિંગ પરેડ યોજાશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે.
દરમિયાન વિવિધ રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત 10 ટેબ્લો રજૂ કરાશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો યોજાશે.
Site Admin | ઓક્ટોબર 30, 2025 7:37 પી એમ(PM)
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ