ઍશિયા કપ હૉકી ચેમ્પિયનશિપમાં ભારતે ગત સાંજે બિહારના રાજગીરમાં બીજા સુપર—ફૉર તબક્કામાં કૉરિયા સાથે 2—2થી ડ્રૉ મૅચ રમી. ભારતે પહેલા હાફમાં એક—શૂન્યથી સરસાઈ બનાવી હતી, પરંતુ ત્યારબાદ કેટલાક પૅનલ્ટી કૉર્નર મળવા છતાં ભારતીય ટીમ કૉરિયન ડિફેન્સ સામે ગતિ અને લય જાળવી રાખવામાં સંઘર્ષ કરી રહી હતી.બીજી તરફ, કૉરિયાએ તકનો લાભ ઉઠાવ્યો અને બે પૅનલ્ટી કૉર્નરને સફળતાપૂર્વક ગૉલમાં બદલી બે—એકથી સરસાઈ બનાવી લીધી. ચોથા ક્વાર્ટરમાં ભારતે મંદીપ સિંહના ભવ્ય ફિલ્ડ ગૉલની મદદથી સ્કૉરને 2—2થી બરાબર કરી દીધો. આ ડ્રૉ સાથે બંને ટીમને એક—એક પૉઈન્ટ મળ્યો. ભારત આજે રાજગીર સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યે મલેશિયા સામે આગામી સુપર—ફૉર તબક્કાનો મુકાબલો રમશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 9:50 એ એમ (AM)
ઍશિયા કપ હૉકી ચેમ્પિયનશિપમાં ભારતે કૉરિયા સાથે 2—2થી ડ્રૉ મૅચ રમી
