દુબઈમાં ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટ 2025ની ગૃપ-એ મૅચમાં ભારતે ગઈકાલે યજમાન સંયુક્ત આરબ અમિરાત-UAEને નવ વિકેટથી હરાવ્યું. ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કરતાં UAEની ટીમ 13 ઑવર અને એક બૉલમાં 57 રનમાં આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે માત્ર ચાર ઑવર અને ત્રણ બૉલમાં એક વિકેટ ગુમાવી મૅચ જીતી લીધી.
ભારતના અભિષેક શર્માએ ભવ્ય પ્રારંભ કર્યો. જ્યારે શુબમન ગિલે અણનમ 20 રન બનાવ્યા. ભારતના કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી. જ્યારે પાર્ટ ટાઈમર શિવમ દુબેએ માત્ર 10 બૉલમાં ત્રણ વિકેટ લીધી. તો જસપ્રીત બુમરાહે UAEના બૅટ્સમેન અલિશાન શરફૂને આઉટ કર્યા.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 7:14 એ એમ (AM)
ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં યજમાન UAEને હરાવી ભારતનો વિજયી પ્રારંભ
