ઍશિયા ટી-20 કપ ક્રિકેટમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગૃપ-બીમાં એક મહત્વની મૅચ રમાશે. અબુધાબીમાં હમણાં જ રાત્રે આઠ વાગ્યે આ મુકાબલો શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ, અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા બે મૅચમાં ચાર પૉઈન્ટ સાથે ગૃપ-બીમાં ટોચ પર છે. બીજી તરફ, સુપર ફૉરમાં પહોંચવા માટે અફગાનિસ્તાનને આ મૅચ જીતવી જરૂરી છે.
અબુધાબીમાં ભારત હવે આવતીકાલે ગૃપ-એની અંતિમ મૅચમાં ઑમાન સામે રમશે. આ મૅચ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:08 પી એમ(PM)
ઍશિયા કપ ક્રિકેટમાં શ્રીલંકા સામેની મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો
