ઍથ્લેટિક્સમાં ઑલિમ્પિક વિજેતા અન્નૂ રાનીએ ગઈકાલે ઇન્ડિયન ઑપન 2025 વિશ્વ ઍથ્લેટિક્સ કાંસ્યસ્તરની કૉન્ટિનૅન્ટલ ટૂરમાં મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધા ઓડિશામાં ભૂવનેશ્વરના કલિંગા સ્ટૅડિયમમાં રમાઈ.
અન્નુએ 62.01 મીટરનો ઉત્તમ થ્રૉ કર્યો. જ્યારે શ્રીલંકાના એનડીએલ હટરાબાગ લેકાએ 56.27 મીટર અને ભારતનાં દિપીકાએ 54.20 મીટર ભાલો ફેંક્યો. આ અન્નૂની મજબૂત વાપસી છે. આ પહેલા તેમણે પૉલૅન્ડમાં અંદાજે બે વર્ષમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 62.59 મીટર ભાલો ફેંક્યો હતો.
પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં શ્રીલંકાના રૂમેશ પથિરગેએ 86.50 મીટરના ઉત્તમ થ્રૉ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે ભારતના શિવમ્ લોહાકરે 80.73 મીટર ભાલો ફેંકીને રજત અને શ્રીલંકાના જ સુમેદા જે. રણસિંઘેએ 80.65 મીટરના થ્રૉ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો.
પુરુષોની લાંબી કૂદમાં ભારતના મુરલિ શ્રીશંકરે પોતાના અંતિમ પ્રયાસમાં 8.13 મીટરના ઉત્તમ પ્રદર્શન સાથે ખિતાબ જીત્યો. શાહનવાઝ ખાન 8.04 મીટર સાથે બીજા સ્થાને રહ્યા અને ભારતના આઠ મીટર ક્લબમાં સામેલ થયા. લોકેશ સત્યનાથન 7.85 મીટર સાથે ત્રીજા ક્રમાંકે રહ્યા.
Site Admin | ઓગસ્ટ 11, 2025 1:46 પી એમ(PM)
ઍથ્લેટિક્સમાં ભારતીય ખેલાડી અન્નૂરાનીએ ઇન્ડિયન ઑપન વિશ્વ ઍથ્લેટિક્સ કૉન્ટિનૅન્ટલ ટૂરમાં મહિલાઓની ભાલાફેંક સ્પર્ધાનો ખિતાબ જીત્યો
