ડિસેમ્બર 2, 2025 2:21 પી એમ(PM)

printer

ઊર્જા, સંરક્ષણ અને વેપારમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ઊર્જા, સંરક્ષણ અને વેપારમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર અમેરિકન કાયદા નિર્માતાઓના જૂથ સાથે ફળદાયી વાતચીત કરી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ક્વાત્રાએ કહ્યું કે વોશિંગ્ટનમાં રાજદૂતના સત્તાવાર નિવાસસ્થાન, ઇન્ડિયા હાઉસ ખાતે યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામ, રિચાર્ડ બ્લુમેન્થલ, શેલ્ડન વ્હાઇટહાઉસ, પીટર વેલ્ચ, ડેન સુલિવાન અને માર્કવેન મુલિન સાથે બેઠક કરી હતી.
તેમણે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે મજબૂત સંબંધો માટે તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.ગઈકાલે તેઓ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેઈનને મળ્યા હતા.