ખેતરો સુધી વિના વિક્ષેપ વીજ પુરવઠો પૂરો પાડવા વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર – MVCC કેબલ સાથે રૂપાંતરિત કરાઇ રહ્યા છે. ઊર્જા મંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો છે.
વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વીજળીના તાર તૂટી પડવાની કે શોર્ટ સર્કિટ થવાની સમસ્યાઓ રહે છે, તેવા વિસ્તારોમાં પણ MVCC કેબલ નાખવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં સુરતમાં 422 કિલોમીટર અને નવસારીમાં 241 કિલોમીટર લાંબા ખુલ્લા તારને MVCC કેબલ સાથે બદલાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)
ઊર્જા મંત્રી કનુ દેસાઇએ ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો