ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે ગ્વાલિયર પહોંચશે. શ્રી ધનખડ મહારાજવાડામાં જીએસઆઈ ભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને જીવાજી વિશ્વ-વિદ્યાલયમાં મહારાજ શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે.
આ અંગે જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્વાલિયરના જીએસઆઈ દ્વારા તૈયાર કરાયેલા અત્યાધુનિક સંગ્રહાલય ભૂસ્તરશાસ્ત્ર શિક્ષણ અને લોક-ભાગીદારીનું કેન્દ્ર બનવા માટે તૈયાર છે. GSI ભૂસ્તરવિજ્ઞાન સંગ્રહાલય એ ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા એક અનન્ય પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જે પૃથ્વી વિજ્ઞાન સાથે સંબંધિત અનન્ય ઘટનાઓ અને પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરે છે. વૈજ્ઞાનિક સ્વભાવને પ્રોત્સાહન આપે છે અને લોકોમાં જ્ઞાનની વહેંચણી કરે છે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 2:30 પી એમ(PM)
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે
