જુલાઇ 7, 2025 8:11 પી એમ(PM)

printer

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના ત્રણ સ્તંભમાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકશાહીના ત્રણ સ્તંભ, કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભામાં સંતુલન જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો છે. શ્રી ધનખડે કહ્યું, પોતાના ક્ષેત્રમાં દરેક સંસ્થા સર્વોચ્ચ છે. એક ક્ષેત્રની બીજા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની દખલગીરી એ લોકશાહી માટે જોખમી સાબિત થઈ શકે છે.
કેરળના કોચ્ચીમાં આજે રાષ્ટ્રીય કાયદા અને અદ્યતન વિશ્વ-વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું, ભારતે શાન્તિ અને સદભાવ પર આધારિત વિશ્વના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ હાલ કેરળના બે દિવસના પ્રવાસે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.