ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે હૈદરાબાદમાં જાહેર સેવા કમિશનરોના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી બે દિવસ દરમ્યાન તેલંગાણા અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. મુલાકાતના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી ખાતે જાહેર સેવા કમિશનરોના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આવતીકાલે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે શ્રી રાધાકૃષ્ણન નંદીગામમાં કાન્હા શાંતિ વનમ ખાતે હાર્ટફુલનેસ ગ્લોબલ મુખ્યાલયમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. બાદમાં, ઉપરાષ્ટ્રપતિ અટલ સંસ્થાન દ્વારા આયોજિત અટલ બિહારી વાજપેયી જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશના ઇન્દોર જશે.