નવેમ્બર 14, 2025 1:27 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં ભારતીય દૂરસંચાર સેવાની હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ આયોજન કરાયું છે જે ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાન પર કેન્દ્રિત છે.
1965માં રચાયેલ, ભારતીય દૂરસંચાર સેવા એ સરકારની એક સંગઠિત નાગરિક સેવા છે. આ સેવા દૂરસંચાર સંબંધિત ક્ષેત્રોમાં સરકારની તકનીકી-વ્યવસ્થાપક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ – વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. રોટરી એ 1.4 મિલિયનથી વધુ વ્યાવસાયિક અને સમુદાયના નેતાઓનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે.