ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 26, 2025 1:22 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના થયા છે. તેઓ સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ડૉ. હર્મિનીને ભારતની શુભેચ્છાઓ પાઠવશે અને બંને દેશો વચ્ચેના ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધોને પુનઃપુષ્ટ કરશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સેશેલ્સ, ભારતના વિઝન ‘મહાસાગર’ હેઠળ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાત સેશેલ્સ સાથે તેની ભાગીદારીને મજબૂત અને વિસ્તૃત કરવા માટે ભારતની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.