ડિસેમ્બર 30, 2025 8:07 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને કહ્યું, વિક્સિત ભારતના ઘડતરમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા.

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે વિક્સિત ભારતના ઘડતરમાં શિક્ષણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આજે કેરળના તિરુવનંતપુરમમાં એક કોલેજના સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે, દેશના યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમણે રોજગારની તકો ઉભી કરવા સ્વદેશી તકનીકો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
દરમ્યાન વરકલા ખાતે 93મા શિવગિરિ યાત્રાધામના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં તેમણે લોકોને અને ખાસ કરીને યુવાનોને, શ્રી નારાયણ ગુરુના ઉપદેશોમાંથી પ્રેરણા લેવા અપીલ કરી. આ પ્રસંગે તેમણે ચાર પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.