નવેમ્બર 17, 2025 9:04 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને મીડિયા સંગઠનોને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હાકલ કરી

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને મીડિયા સંગઠનોને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હાકલ કરી હતી. હૈદરાબાદમાં પ્રથમ રામોજી એક્સેલન્સ એવોર્ડ્સ 2025 એનાયત કરતાં તેમણે કહ્યું કે ખોટી માહિતી અને સોશિયલ મીડિયાના વર્ચસ્વના યુગમાં મીડિયાએ સાચી નિષ્પક્ષતા જાળવી રાખવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ ગ્રામીણ વિકાસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત સાત ક્ષેત્રોમાં રામોજી એક્સેલન્સ એવોર્ડ્સ એનાયત કર્યા હતા. વક્તાઓએ તેલુગુ ભાષા, પત્રકારત્વ અને મીડિયા સહિત અન્ય ક્ષેત્રોમાં રામોજી રાવ દ્વારા કરવામાં આવેલા કાર્યને યાદ કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.