ડિસેમ્બર 15, 2025 2:33 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ લોખંડી પુરુષ સરદાર પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સરદાર પટેલે પોતાનું જીવન દેશને એક તાંતણે બાંધવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા અવિભાજિત અને મજબૂત ભારતવર્ષના નિર્માણમાં તેમના યોગદાનને યાદ રાખશે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સરદાર પટેલે રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને એક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમનો અમર વારસો “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે પ્રેરણા અને વિકસિત ભારત માટે રાષ્ટ્રનો માર્ગદર્શક છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સરદાર પટેલે અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં એક ખંડિત સ્વતંત્ર ભારતને એક મજબૂત રાષ્ટ્રમાં એક કર્યું. શ્રી શાહે કહ્યું કે દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે, સરદાર પટેલે ભારત માતાની સુરક્ષા, આંતરિક સ્થિરતા અને શાંતિની સ્થાપનાને તેમના જીવનનું લક્ષ્ય બનાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.