ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનનો વિજય થયો છે. રાજ્યસભાના મહાસચિવ પી. સી. મોદીએ આ અંગે માધ્યમોને માહિતી આપતા કહ્યું, ઉપરાષ્ટ્રપતિ માટે NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનને 452 મત મળતા ઉપરાષ્ટ્રપતિ માટે તેમની પસંદગી થઈ છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ માટે વિરોધ પક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે.
નવા સંસદભવનમાં આજે સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું.