ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક રહેશે. આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે. ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર શ્રી જગદીપ ધનખરના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઇ રહી છે.દેશમાં આ 17મી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી હશે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરવામાં આવે છે. NDAએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી વિપક્ષી ઇન્ડી ગબંધનના ઉમેદવાર હશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. જ્યારે 25મી ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 8:12 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે
