મે 20, 2025 10:29 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે. આવતીકાલે તેઓ મોર્મુગાવ બંદરની મુલાકાત લેશે, જ્યાં તેઓ બંદરની નવી પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે અને મોર્મુગાવ બંદર સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરશે.ગુરુવારે શ્રી ધનખડ ICAR-સેન્ટ્રલ કોસ્ટલ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે જ્યાં તેઓ ફેકલ્ટી સભ્યો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે.