મે 17, 2025 6:27 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, ભારત હવે એવા દેશોને સશક્ત બનાવી શકે નહીં જે ભારતનાં હિતોના વિરોધી છે અને સંકટના સમયમાં તેની સામે ઉભા રહી શકે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, ભારત હવે એવા દેશોને સશક્ત બનાવી શકે નહીં જે ભારતનાં હિતોના વિરોધી છે અને સંકટના સમયમાં તેની સામે ઉભા રહી શકે. શ્રી ધનખડ આજે નવી દિલ્હીમાં જયપુરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ ઓપરેશન સિંદૂરની નોંધપાત્ર સફળતા માટે સશસ્ત્ર દળો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આ ઓપરેશન એક મહત્વપૂર્ણ જવાબી કાર્યવાહી હતી, જે પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાના પ્રતિભાવમાં ભારતની શાંતિ અને સંવાદિતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, યુદ્ધની પદ્ધતિ અને આતંકવાદ સામેની લડાઈમાં નવા ધોરણો સ્થાપિત થયા છે. 2001 માં અમેરિકા પર 9/11 ના હુમલાની યોજના બનાવનાર અને તેને અંજામ આપનાર વૈશ્વિક આતંકવાદી સામે શરૂ કરાયેલા ઓપરેશનને યાદ કર્યું. અમેરિકાએ આ ખતરાનો સામનો એ જ રીતે કર્યો છે જે રીતે ભારત હવે આતંકવાદનો સામનો કરી રહ્યું છે.