ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે જશે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરવ સિંહ શેખાવતની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં સ્મારક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે.ભૈરવ સિંહ શેખાવતે ઓગસ્ટ 2002થી જુલાઇ 2007 દરમિયાન ભારતના 11મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે ત્રણ કાર્યકાળ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપસ્થિત રહેશે.
Site Admin | મે 15, 2025 9:40 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે જશે
